Connect Gujarat

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે મેડીકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનેટાઇઝર જ નથી

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે મેડીકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનેટાઇઝર જ નથી
X

ભારતમાં પણ કોરોના

વાયરસના પગપેસારા બાદ માસ્ક અને સેનેટાઇઝરની માંગમાં વધારો થયો છે. ભરૂચ શહેરના

મેડીકલ સ્ટોરમાં માસ્ક તથા સેનેટાઇઝરનો જથ્થો ખુટી જતાં ગ્રાહકોને ધકકા ખાવા પડી

રહયાં છે.

ભરૂચ શહેરના મેડીકલ સ્ટોર્સ પર હાલ લોકો માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા આવી રહયાં છે પણ તેમને સ્ટોક નથી તેવો જવાબ મળી રહયો છે. કોરોના વાયરસના હાહાકારને પગલે માસ્ક અને સેનેટાઇઝરની માંગમાં વધારો થતાં સ્ટોક ખુટી ગયો છે. મેડીકલ સ્ટોરના સંચાલકોએ જણાવ્યું હતું કે, કંપનીમાં ઓર્ડર આપી દીધો હોવા છતાં હજી સુધી માસ્ક અને સેનેટાઇઝર આવ્યાં નથી. સરકાર યોગ્ય કાર્યવાહી કરે તો આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.

Next Story
Share it