Connect Gujarat

ભરૂચ : કોરોના વાયરસને દેશવટો આપવા ભરૂચવાસીઓ સજજ, જુઓ કેવો હતો માહોલ

ભરૂચ : કોરોના વાયરસને દેશવટો આપવા ભરૂચવાસીઓ સજજ, જુઓ કેવો હતો માહોલ
X

ભરૂચ

શહેરમાં રવિવારે સવારથી ઘરોમાં કેદ રહયાં બાદ સાંજના પાંચ વાગ્યાના ટકોરે

અવિસ્મરણીય માહોલ જોવા મળ્યો હતો. સવારથી નિર્જીવ બની ગયેલાં શહેર સાંજના સમયે

ચેતનવંતુ બની ગયું હતું.

કોરોના

વાયરસ સામેના જનતા કરફયુ દરમિયાન સવારથી ભરૂચ શહેર તથા જિલ્લામાં લોકો પોતાના

ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. દિવસ દરમિયાન રસ્તાઓ સુમસાન બની ગયાં હતાં અને ચેતનવંતુ

ભરૂચ જાણે નિર્જીવ બની ગયું હોય તેમ લાગી રહયું હતું. કોરોના વાયરસ સામે જીવના

જોખમે ફરજ બજાવી રહેલાં આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા મીડીયા કર્મીઓને સન્માન

આપવા માટે સાંજે 5 વાગ્યાના

ટકોરે ઘંટનાદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. સાંજના પાંચના ટકોરે લોકો પોતાના

ઘરોની બહાર આવી ગયાં હતાં અને થાળીઓનો નાદ શરૂ કરી દીધો હતો. કોઇકે શંખ વગાડયો હતો

તો કોઇકે ઢોલનગારા વગાડયાં હતાં. સાંજે પાંચ વાગ્યા બાદ શહેરમાં પ્રાણ ફુંકાયા હોય

તેવો અવિસ્મરણીય માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સુમસાન બની ગયેલું ભરૂચ શહેર

ફરીથી ધબકતું થયું હતું. ભરૂચ ઉપરાંત રાજયભરમાં સાંજના પાંચના ટકોરે લોકોને સલામ

કરવાનું મન થાય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોરોના વાયરસ ભારતમાં ન ફેલાાય તે

માટે પ્રાર્થનાઓની સાથે દુઆઓનો પર દોર ચાલ્યો હતો.

Next Story
Share it