Top
Connect Gujarat

ભરૂચ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી કરાઈ

ભરૂચ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે કાજરા ચોથની ઉજવણી કરાઈ
X

ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા શ્રાવણ વદ ચોથનાં દિવસે પરંપરાગત કાજરા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના સિંધવાઇ માતાજીનાં મંદિર ખાતે થી હિંગળાજ માતાજીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પર્વની ઉજવણીના ભાગ રૂપે સમાજનાં દરેક ઘરમાં શ્રાવણ સુદ અગિયારસનાં દિવસથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવે છે.અને શ્રાવણ વદ ચોથનાં દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડીને તેમને ચુંદડી ઓઢાડવામાં આવી હતી.

સૌ જ્ઞાતિજનો દ્વારા કાજરાનાં પ્રતીક સાથે સિંધવાઇ માતાનાં મંદિરે ઉમટી પડયા હતા. જયારે પૂજન અર્ચન બાદ સિંધવાઇ મંદિર થી માતાજીની શોભાયાત્રા નીકળી હતી. જે કબીરપુરા હિંગલાજ માતાનાં મંદિરે પહોંચ્યા બાદ આ કાજરાને રમાડવામાં આવ્યા હતા.

કાજરા ચોથનાં પવિત્ર પ્રસંગે ખત્રી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા,અને સમાજની સ્ત્રીઓએ પણ ઉપવાસ કરીને શ્રદ્ધા ભેર કાજરા ચોથની ઉજવણી કરી હતી.

Next Story
Share it