ભરૂચ ખાતે દક્ષિણ ઝોનનો કલા ઉત્સવ યોજાયો : ૮ જિલ્લાના ૪૫ જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો

નૃત્ય કલા, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત જેવી વિવિધ કલાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી
ભરૂચમાં એન.સી.ઈ.આર.ટી.
- માનવ સંસાધન મંત્રાલય ન્યુ દિલ્હી તથા એસ.એસ.એ. - ગાંધીનગર અને જિલ્લા
શિક્ષણાધિકારી - ભરૂચ દ્વારા દર વર્ષે કલા મહાકુંભ રૂપે કલા ઉત્સવની ઉજવણી કરવામાં
આવે છે. કલા ઉત્સવનો ઉદ્દેશ દેશના માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના
વિદ્યાર્થીઓને કલા પ્રતિભાને ઓળખવા પ્રોત્સાહિત કરવા અને શિક્ષણમાં કલાનું મહત્વ
વધારવાનું છે. લોક સંસ્કૃતિ અને લોક કલા એ માનવ સંસ્કૃતિનો ધબકાર છે, તેને લોક ભોગ્ય અને ચેતનવંતો રાખવા માટે
દક્ષિણ ઝોનનો કલા ઉત્સવ નારાયણ વિદ્યાવિહાર - ભરૂચ ખાતે આજરોજ યોજાઈ ગયો.
દક્ષિણ ઝોનના કલા ઉત્સવ
-૨૦૧૯ને લોકગાયક અભેસિંહ રાઠોડ અને જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય ઠાકર તથા
વિભાગીય કન્વીનરો દિપ પ્રગટાવી ખુલ્લો મૂકયો હતો.
લોકગાયક અભેસિંહ રાઠોડે
વિધાર્થીઓને શાળાઓમાં ભણતરની સાથે સાથે કલાક્ષેત્રે પણ ઉજજવળ કારકિર્દી બનાવી શકાય
તેમ જણાવી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે કેટલાક સુંદર લોકગીતો પ્રસ્તુત
કર્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી
નવનીત મહેતાએ વિધાર્થીઓને માર્ગદર્શક પ્રેરક પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ
કાર્યક્રમમાં દક્ષિણ ઝોનના ૮ જિલ્લાઓમાંથી ૪૫ જેટલા સ્પર્ધકો અને ૨૯ જેટલાં મદદનીશ
શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નૃત્ય કલા, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત અને વાદ્યસંગીત જેવી વિવિધ કલાઓમાં
વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી હતી અને સૌને મંત્રમૂગ્ધ કર્યા હતા.