શ્રીમતી માલિની કિશોર સંઘવી હોસ્પિટલ કરજણના  ઉમ્મીદ સી.પી. સેન્ટર તથા સમગ્ર શિક્ષા ભરૂચ ના આઈ.ઇઇ.ડી. વિભાગ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે મફત નિદાન તેમજ સારવાર કેમ્પ ભરૂચ ઝાડેશ્વર મુકામે બી.આર.સી. ભવન ખાતે યોજાયો હતો.જેમા વિવિધ નિષ્ણાંતોએ  પોતાની સેવા આપી હતી.જેમાં બાળરોગ વિભાગ હેડ ડો.હેમા પરીખ,હોમિયોપેથીક ડોક્ટર ડો.મૃનાલિકા દીક્ષિત, ફીજ્યોથેરાપીસ્ત ડો.હિરલ તવાર,સાયકોલોજીસ્ટ ડો.સાજીદ ડાય થતા એમ.એસ,ડબ્લ્યુ.  ની ટીમ હાજર રહી હતી.તેઓએ હોમ્યોપેથીક દવા અને થેરાપી બંને સાથે કામ કરે તો આવા બાળકો માટે સારવારની તકો ઘણી વ્યાપક છે,એનુ શ્રેષ્ઠ ઉદાહરણ ઉભુ કર્યું હતુ.આ કેમ્પમા  વિવિધ દિવ્યાંગતા જેવી કે એમ.આર,સી.પી, ઓ.એચ, ઓટીસમ, એ.ડી.એચ.ડી,ખેંચ, ડી.એચ.એચ. જેવી તકલીફ ધરાવતા કુલ ૫૧ બાળકો  અને વાલીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ બી.આર.સી. વીરેન્દ્ર સોલંકી અને એમની તેમની ટીમ,ભરૂચ આ.આઈ.ડી. યુનિટના કો-ઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ,ભરૂચ રોટરેકટ ક્લબના પ્રેસીડેન્ટ સોનમ શાહ અને તેમની ટીમ વગેરેએ ઉમદા કાર્યને સફર બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. અંતે ઉમ્મીદ સી.પી. સેન્ટરના બાળરોગ હેડ ડો.હેમા પરીખએ વાલીઓને બાહેંધરી આપી હતી કે આપનો સહકાર મળશે તો અમે આપના માટે આવવા જવાની વ્યવસ્થા માટે અમારા મેનેજમેન્ટ સાથે વાત કરીશું. જેથી આપ આસાનીથી અમારી સેવાઓનો નજીવા દરે લાભ લઇ શકો.આ જોઇને વાલીઓને પોતાના દિવ્યાંગ બાળકો માટે ખરી ઉમ્મીદ ઉભી થઇ હતી.

 

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here