Top
Connect Gujarat

ભરૂચ ખાતે રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ

ભરૂચ ખાતે રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ
X

ભરૂચ શહેરનાં કસક ખાતે આવેલ સત્સંગ હોલમાં ઇન્ટરનેશનલ શોટોકાન શોબુકાન કરાટે એસોશીએશન દ્વારા રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં રાજ્યનાં 17 જિલ્લાઓ માંથી 500 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ, Dysp ભરત રાઠોડ, શોટોકાન શોબુકાન કરાટે એસોશીએશન સાઉથ એશિયાનાં હેડ સિંહાન કલ્પેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ મકવાણાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ભરૂચ ખાતે રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં 500 સ્પર્ધકોએ ભાગ લીધો છે, અને જે રમતવીર ગોલ્ડ મેડલ જીતશે તે આગામી સમયમાં દમણમાં યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

સ્પર્ધાનાં આયોજન માટે ISSKA ગુજરાતના ટેક્નિકલ ડાયરેક્ટર ચિંતન પટેલ, ચીફ ઇન્સ્ટ્રકટર ફરાહીમ મલિક, વાઇસ પ્રેસિડન્ટ ચેતન કટારીયા અને જોઈન્ટ સેક્રેટરી ભાવિન ચૌધરી અને નિલેશ જાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Next Story
Share it