ભરૂચ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું કરાયું લોકાર્પણ

ભરૂચ ખાતે રાજ્યના બીજા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું હાઈકોર્ટના કાર્યકારી મૂખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જાતિય ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓમાં ભોગ બનનારા અને બાળ સાક્ષી તથા વિવિધ જઘન્ય ગુનાઓમાં ભોગ બનનાર વિશિષ્ટ વર્ગ ક્રે જેઓને કેસના બચાવપક્ષ તરફ્થી થતા અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાની જરૂર છે તેઓ માટે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર કાર્યરત કરાશે. સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર હેઠળ બાળ સાક્ષી કે ભોગ બનનાર માટે કોર્ટ રૂમમાં પ્રવેશ માટેની એક વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આરોપી પક્ષ તરફ્થી મળતા દબાણ અથવા પ્રભાવથી બચાવી શકાય.સાથી જુબાની કક્ષ ઉપર નજર રાખવા માટે એક નાનું ડીસ્પ્લે યુનિટ પણ ત્યાં રખાયું છે.
એકટીંગ ચિફ જસ્ટીશ ઓફ ગુજરાત અનંત દવે, ન્યાયમુર્તિ આર.એમ.છાયા,ન્યાયમુર્તિ સોનિયા ગોકાણી,ન્યાયમુર્તિ એન.વી.અંજારીયાના હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. ઉદ્દ્ધાટન પ્રસંગે ભરૂચ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ ઉત્કર્ષ દેસાઇ, એડી.જિલ્લા ન્યાયાધિશ અને સ્પેશ્યલ પ્લોસ્કો જજ સમીર વ્યાસ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.