સતત ત્રીજી વખત  બિનહરીફ ચૂંટાયા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભરૂચની વ્યવસ્થાપક સમિતિની આજરોજ ચૂંટણી આજરોજ હાથ ધરાતા સતત ત્રીજી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચૂંટાતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઇ છે. વાઇસ ચેરમેન તરીકે નાગજીભાઇ ગોહિલની વરણી થઇ હતી.

 

અરૂણસિંહ રણા પાંચથી વધુ ટર્મથી ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો–ઓપ. બેîકમાં ચેરમેનની જવાબદારી નિભાવે છે. ડિસ્ટ્રીક્ટ કો–ઓપરેટીવ બેંકમાં પણ તેઓ બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. છેલ્લી બે ટર્મથી તેઓ વાગરાના ધારાસભ્યની જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત અનેક સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓ પ્રમુખ જવાબદારી નિભાવે છે.

ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ તેઓ બે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે. આજરોજ પુનઃ એપીએમસીની ચૂંટણી હાથ ધરાતા તેઓ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાતા તેમના સમર્થકો અને સહકારી આગેવાનોએ તેમના પર અભિનંદનની વર્ષા કરી હતી. એ.પી.એમ.સી.માં વાઇસ ચેરમેન તરીકે નાગજીભાઇ ગોહિલની વરણી કરાતા સહકારી આગેવાનોએ તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY