Connect Gujarat
ગુજરાત

ભરૂચ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરાયું, ભરૂચના અનેક નેતાઓની ઘર વાપસી

ભરૂચ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરાયું, ભરૂચના અનેક નેતાઓની ઘર વાપસી
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાનેે વિખેરી નાંખવાની જાહેરાત કરી હતી. જોકે પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને યથાવત રાખવામાં આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાને વિખેરી નાંખવામાં આવતાં પ્રદેશ સમિતિમાં સ્થાન ધરાવતાં ભરૂચ જિલ્લાના અનેક નેતાઓની ઘરવાપસી થશે. આ નેતાઓમાં રાજેન્દ્રસિંહ રણા, યુનુસ પટેલ, અરવિંદ દોરાવાલા, મુકેશ જૈન, રફીક ઝઘડીયાવાલા અને ડી.સી. સોલંકીનો સમાવેશ થવા જાય છે. અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ ભરૂચના સ્થાનિક આગેવાનોને પ્રદેશ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હવે આ નેતાઓને ફરીથી પ્રદેશ સમિતિમાં સ્થાન મળે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઇ છે.

Next Story