Connect Gujarat

ભરૂચ : જંબુસર ખાતે નન્હી કલીઓએ વિવિધ સરકારી વિભાગોની લીધી મુલાકાત, સરકારી કામકાજ અંગે મેળવી માહિતી

ભરૂચ : જંબુસર ખાતે નન્હી કલીઓએ વિવિધ સરકારી વિભાગોની લીધી મુલાકાત, સરકારી કામકાજ અંગે મેળવી માહિતી
X

નંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ ખાતે 2 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આમોદની 50 જેટલી નન્હી કલીઓએ સરકારી વિભાગોની મુલાકાત લઇ માહિતી પ્રાપ્ત કરી હતી.

ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયામાં પણ હાલ સફળતાપૂર્વક નન્હી કલી પ્રોજેક્ટ કાર્યરત છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી

બાળાઓને દરરોજ 2 કલાક નિશુલ્ક ટ્યુશન આપી અભ્યાસ પાકો કરવામાં આવે છે. બાળાઓની

આંતરિક શક્તિ અને સુષુપ્ત

શક્તિઓનો વિકાસ થાય તેમજ બાળાઓ

શારીરિક માનસિક રીતે મજબૂત થાય તે માટે વખતો વખત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે.

આ પ્રોગ્રામ હેઠળ 10 હજાર બાળકીઓને શૈક્ષણિક મદદ આપવામાં આવે છે.

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આમોદ કન્યા શાળા તથા આમોદ મિશ્ર શાળાની

ધોરણ 6 અને 7માં અભ્યાસ કરતી 50 જેટલી નન્હી કલીઓએ સરકારી વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયતમાં સરકારી વિભાગોમાં થતી કામગીરી અંગે માહિતી મેળવી આ અંગે જે તે અધિકારીઓ દ્વારા માહિતગાર કરવામાં

આવ્યા હતા. આ પ્રસંગે નન્હી કલીઓને પ્રેરણા મળી રહે તે માટે સામાજિક કાર્યકર ધનુ

રાણા, એસ.એમ.પી

ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, સ્મિતા પવાર, સાલેહા મુન્શી, વિક્રમ

મકવાણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બાળાઓ

ઉપસ્થિત રહી હતી.

Next Story
Share it