Top
Connect Gujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
X

ભરૂચ ખાતેના જન શિક્ષણ સંસ્થાન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેની ઉપસ્થિતમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા માહિતી કચેરી, અને જન શિક્ષણ સંસ્થાન તથા રાજ્ય સંસાધન કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેએ સંબોધન કરતા મહિલાઓને સ્વાવલંબી બનવા પર ભાર મુક્યો હતો. અને જણાવ્યુ હતુ કે દરેક મહિલા સશક્ત બને, સ્વાવલંબી બની જીવન ધોરણ ઉંચુ લાવે એવી શુભેચ્છા પણ તેઓએ મહિલાઓને પાઠવી હતી.આ કાર્યક્રમમાં રાજ્યનાં સંસાધન કેન્દ્ર ભરૂચનાં અધ્યક્ષ ઝેડ.એસ.સૈયદ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચના મેનેજર એન.સી. ગામીત, જિલ્લા રોજગાર કચેરીનાં જીજ્ઞેશભાઈ રાણા, જિલ્લા રોજગાર અધિકારી મિનાક્ષીબહેન ચૌહાણ, નાયબ માહિતી નિયામક બી.સી. વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં શોભનાબહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it