ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન સહિતના આસપાસના ગ્રામજનોના પાણી માટે વલખાં

36

ગામ માં હેન્ડ પંપ નકામા બન્યા

ટેન્કર પર નિર્ભર રહી ગ્રામજનો પાણીની બુંદ બુંદ સાચવી રહ્યા છે

મહિલાઓ કામકાજ છોડી પાણી માટેના વાસણો લઇ મળે ટેન્કરની જુએ છે રાહ

ગૃહિણીઓને માથે બેડા મુકીને દુર-દુર સુધી પાણી ભરવા આકરા તાપમાં જવું પડે છે

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વડપાન સહિતના આસપાસ ના ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે,ગામ માં હેન્ડ પંપ નકામા બન્યા છે. તો ટેન્કર પર નિર્ભર રહી ગ્રામજનો પાણીની બુંદ બુંદ સાચવી રહ્યા છે. ત્યારે વિકાસીલ ગુજરાતમાં સવાલ એ થાય કે શું ખરેખર મેટ્રો સીટી માટે વિકસિત ગુજરાત છે.આ પ્રજા ના મત મેળવનારા નેતાઓ શું કરી રહ્યા છે,દેશની આઝાદી બાદ પણ આપણે પ્રજાને આ સમસ્યા માંથી મુક્તિ નથી અપાવી શક્યા.

ભરૂચ થી ૫૦ કિલોમીટર ની દુરી પર આવેલું આદિવાસી વિસ્તાર એટલે નેત્રંગ તાલુકો ,આ વિસ્તારમાં ચારે તરફ ખેતરો અને ડુંગર વિસ્તાર વચ્ચે સુંદર કાચી પાકી માટી અને લાકડા વડે તૈયાર થયેલા મકાનો જોઇ કદાચ ત્યાં ફરવા જતા લોકો માટે સેલ્ફી લેવાનું અને મૉજ મસ્તી માટેનું સુંદર સ્થળ હશે,પરંતુ એ જ ડુંગરના મકાનોમાં વસતા લોકોની પીડા આપણા માટે ખૂબ સામાન્ય છે પરંતુ એમના માટે એ પીડા આજે ખૂબ મોટી સમસ્યા સમાન છે, એમની એ સૌથી મોટી પીડાનું નામ છે જળ. હા એ જ જળ જેને આપણે રોજિંદા જીવન માં વપરાશ કરીએ છે,એક અવાજે આપણી તરસ છીપાવીયે છે. પરંતુ આ ગામો એવા છે જ્યાં માણસો ને પાણી પીવાના ફાંફા છે તો પશુઓ માટે વાત જ મુશ્કેલી સમાન બની છે.મહિલાઓ કામકાજ છોડી પાણી માટેના વાસણો લઇ મળે ટેન્કરની રાહ જોતી હોય છે. ગામની સગીરાઓ માતાને પાણી ભરવા  સાથ સહકાર આપે તો સ્કૂલ કાર્ય ખોરવાય છે.

નેત્રંગ તાલુકાના કેટલાય એવા ગામો છે જ્યાં સરકારની એકેય પાણી પુરવઠા યોજના કારગત નીવડી નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી, નાળા સહિતના જળસ્ત્રોત સુકાઇ ગયાં છે. મોટા ભાગના ગામોમાં આવેલાં હેન્ડપંપ ચાલતા નહિ હોવાથી ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે.ગૃહિણીઓને માથે બેડા મુકીને દુર-દુર સુધી પાણી ભરવા આકરા તાપમાં જવું પડે છે.. ટેન્કર આવે અને પાણી ભરવા જાય ત્યારે  પાણી ભરવા માટે જાણે પડાપડી લાગી જાય છે. લાંબી-લાંબી કતારો જોવા મળે છે. કેટલાક ગામોમાં પાણીના ટેન્કર પણ નહીં હોવાથી ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી છે.આ સમસ્યાનું કોઇક દિવસઃતો નિરાકરણ આવશેને તેવી આશ રાખીને લોકો જળ વચ્ચે ઝઝૂમતું જીવન જીવવા હાલ તો મજબૂર બન્યા છે.

LEAVE A REPLY