Top
Connect Gujarat

ભરૂચ જિલ્લાની વેલસ્પન કંપનીના 140 કામદારો રોજગાર વગરના બન્યા 

ભરૂચ જિલ્લાની વેલસ્પન કંપનીના 140 કામદારો રોજગાર વગરના બન્યા 
X

કંપનીનું ઉત્પાદન બંધ અને આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી કામદારો ને છુટા કરવામાં આવ્યા હોવાનું જણાવતા અધિકારી

ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ વેલસ્પન કંપની માંથી 140 જેટલા કામદારોને અચાનક છુટા કરી દેવામાં આવતા શ્રમિક વર્ગ માં રોષ ભભૂકી ઉઠયો છે અને કંપની બહાર કામદારો ધરણા પર બેસી ગયા હતા.

w 3

દહેજની વેલસ્પન ક્રોપ. લી. માં ફરજ બજાવતા ૧૪૦ જેટલા કર્મચારીઓને તારીખ 21મી જુલાઈના રોજ કંપનીએ ફરજ મુકત કરી દેતા કામદારો રોષે ભરાયા હતા અને તેમણે કંપનીનાં ગેટ સામે જ ધરણા પર બેસી જઇ આંદોલન શરૂ કર્યું હતુ. જેની જાણ પોલીસ તેમજ કંપની નાં સત્તાધીશોને થતા દહેજ પો.ઇ વિપુલ પટેલ પોતાના કાફલા સાથે દોડી આવ્યા હતા અને કંપનીનાં અધિકારીઓ જીજ્ઞેશ શાહ, પરીમલસિંહ રણા સહિતના ઓ એ કામદારો ને સમજાવવા ના પ્રયત્નો કર્યા હતા.

w 4

ઉપરાત કંપની અધિકારીઓ એ આ અંગે મેનેજમેન્ટ સાથે વાટા ઘાટો કરી કામદારો નાં હિતમાં નિર્ણય લેવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં કામદારો એક ના બે થયા ન હતા અને જયાં સુધી તેમને નોકરી પર પરત લેવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ની ચીમકી કામદારો એ ઉચ્ચારી હતી.

આ અંગે કંપની ના એચ આર મેનેજર પરીમલસિંહ રણા એ પત્રકારો ને જણાવ્યું હતુ કે કંપની મેનેજમેન્ટ એ જે નિર્ણય લીધો એ બાબત નું દુઃખ છે પરંતુ સ્ટીલ કંપની માં છેલ્લા કેટલાય સમય થી વૈશ્વિક મંદી છે. જેના કારણે છેલ્લા એક વર્ષ થી ઉત્પાદન પ્રક્રિયા બંધ હોવાથી કંપની આર્થિક ભીંસમાં છે. ૫૦૦ કામદારો ની રોજી સાચવવા સ્પાઇરલ પ્લાન્ટ નાં અને વધારા ના માણસો ને છુટા કરવાનો નિર્ણય લેવો જરુરી હતો. પ્લાન્ટ શરૂ થશે ત્યારે આ જ કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.અને હાલ માં પણ કામદારોના હિત માં કોઈ નિર્ણય લેવાય તે અંગે મેનેજમેન્ટ સાથે વાટા ઘાટો કરવામાં આવી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

Next Story
Share it