Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અહેમદ પેટેલના 68માં જન્મ દિનની અનોખી ઉજવણી કરાઈ

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અહેમદ પેટેલના 68માં જન્મ દિનની અનોખી ઉજવણી કરાઈ
X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના 68માં જન્મ દિન પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે. હાલમાં જ સંત શ્રી પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા હતા જેના કારણે કોંગ્રેસ દ્વારા ખુબજ સાદગી પૂર્ણ અને સમાજમાં ઉદાહરણ રૂપ અહેમદ પટેલ નો જન્મદિન મનાવવામાં આવ્યો હતો.

5

ભરૂચ જિલ્લા કોંગ્રેસે આ પ્રસંગે જુવેનાઇલ હોમના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે નારી કેન્દ્રની દીકરીઓને ડ્રેસ મટીરીયલ્સનું વિતરણ થી બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

6

જયારે વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા પણ સાંસદ અહેમદ પટેલના જન્મદિન પ્રસંગે વાગરાના આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 68 જેટલા કોંગ્રેસના કર્યકર્તા ઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતુ. આ રક્તનો ઉપયોગ વાગરાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેતી સગર્ભા મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ કોંગ્રેસ અગ્રણી દ્વારા જાણવા મળ્યુ છે.

7

Next Story