ભરૂચ જિલ્લામાં પૈગમ્બર સાહેબના જન્મોત્સવ ઈદે મિલાદની દબદબાભેર ઉજવણી

ભરૂચ જીલ્લાભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઝુલુસ કાઢીને પૈગમ્બર સાહેબના જન્મદિન મનાવવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વાવડી ફળીયા ખાતે આવેલી જુમ્મા મસ્જિદથી ચાર રસ્તા પાસે આવેલ મસ્જીદે રઝા સુધી ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોની જન મેદની ઉમટી પડી હતી.
આ પ્રસંગે યુ .પી. થી હજરત અબુ બક્ર શિબ્લી મિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ હાજર રહ્યા હતા અને તેઓ એ પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે ઇસ્લામ આતંકવાદની સામે સદીઓ થી લડતુ આવ્યુ છે અને આજે પણ હિન્દુસ્તાન નો મુસલમાન પોતાના દેશ માટે જાન પણ આપવા તત્પર છે.
જ્યારે અંકલેશ્વર શહેર ખાતે પણ ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મ્દ સાહેબના જન્મોત્સવ નિમિતે ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ. શહેરના કસ્બાતીવાડ ખાતે થી મુસ્લિમ બિરાદરો દ્વારા ઇસ્લામી પહેરવેશમાં ઝુલુસ કાઢવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.