Top
Connect Gujarat

ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 216 ઇંચ થી વધુ વરસાયો

ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 216 ઇંચ થી વધુ વરસાયો
X

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ પૂર જોશમાં જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે, અને જિલ્લાનો અત્યાર સુધીનો મોસમનો કુલ 216 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યભરમાં શુક્રવાર અને શનિવાર થી જ મેઘઘટા છવાઈ હતી. વાદળોની ફોજ સાથે વરસાદે ધબધબાટી બોલાવતા વાતાવરણ રમણીય બની ગયુ હતુ.અને લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો હતો.

ભરૂચ જીલ્લામાં સૌથી વધુ વરસાદ આગાઉ વાગરા તાલુકામાં 94 મીમી અને વાલિયા તાલુકામાં 73 મીમી નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ હાંસોટમાં 15 મીમી અને જંબુસરમાં 16મીમી નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતુ.

જ્યારે રવિવારની સવાર થી સોમવાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 80 મીમી નોંધાયો છે.

ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 5492 મીમી એટલે કે 216 ઇંચથી વધુ વરસ્યો હોવાનું પૂર નિયંત્રણ કક્ષ માંથી જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા :-

તાલુકા વરસાદનાં આંકડા મોસમનો વરસાદ

આમોદ 15 મીમી 295 મીમી

અંકલેશ્વર 21 મીમી 681 મીમી

ભરૂચ 20 મીમી 565 મીમી

હાંસોટ 80 મીમી 653 મીમી

જંબુસર 22 મીમી 389 મીમી

વાલિયા 40 મીમી 918 મીમી

નેત્રંગ 51 મીમી 878 મીમી

ઝઘડીયા 21 મીમી 356 મીમી

વાગરા 19 મીમી 757 મીમી

કુલ 289 મીમી 5492 મીમી

Next Story
Share it