Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘમહેર, વરસાદની રાહ જોતા ખેડૂતો હરખાયા

ભરૂચ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘમહેર, વરસાદની રાહ જોતા ખેડૂતો હરખાયા
X

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, વડોદરા જિલ્લામાં એકથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો

ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વરમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરા જિલ્લામાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="61170,61171,61172"]

ભરૂચ - અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. લાંબા સમય બાદ આવેલા વરસાદને કારણે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. ગત મોડી રાતથી મેઘરાજાની એન્ટ્રીને કારણે ભરૂચ અને અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Next Story
Share it