ભરૂચ જિલ્લામાં સ્વ.રાજીવ ગાંધીની જન્મ તિથિની ઉજવણી કરતુ કોંગ્રેસ

New Update
ભરૂચ જિલ્લામાં સ્વ.રાજીવ ગાંધીની જન્મ તિથિની ઉજવણી કરતુ કોંગ્રેસ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 72માં જન્મ જન્મજયંતિ પ્રસંગે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે દહેજ ખાતે I.P.C.L કંપનીમાં પણ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

IMG-20160820-WA0022

ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યોએ ઉપસ્થિત રહીને પ્રથમ સ્વ.રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ત્યાર બાદ 72મી જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ સેવાશ્રમ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ કરીને દર્દીઓનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તેવી પ્રાર્થના કરી હતી.

IMG_8482

જયારે દહેજ ખાતે I.P.C.L કંપનીનો શિલાન્યાસ કરનાર પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની અર્ધ પ્રતિમાને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફુલહાર કરીને તેઓના કાર્યકાળના સંસ્મરણોને યાદ કર્યા હતા.

IMG-20160820-WA0026

આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, જી.પં. સભ્ય ઇશાક રાજ, દહેજના ડે. સરપંચ અને યુવા અગ્રણી કિશોરસિંહ રણા, સુલેમાનભાઈ જોલવા, તા.પં.ઉપ પ્રમુખ સુરેશભાઈ પરમાર, આસિફભાઈ ખોજબલ સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories