Connect Gujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધી નો કરાયો વિરોધ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધી નો કરાયો વિરોધ
X

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે કેન્દ્ર સરકારના નોટબંધી બાદની પરિસ્થિતિ ના વિરોધ માં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના નોટબંધી બાદ ની પરિસ્થિતિ ના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરીની બહાર મોદી સરકારના આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી.અને કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.તેમજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને પોતાની માંગણીઓ ની રજૂઆત કરી હતી.નોટબંધી નો કરાયો વિરોધ આ પ્રસંગે પૂર્વ સાંસદ તુષાર ચૌધરી,કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ અશોક પંજાબી,ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત ના કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો,અને સભ્યો વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા.

Next Story
Share it