Top
Connect Gujarat

ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી

ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાની પ્રથમ કારોબારી બેઠક મળી
X

ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાની પ્રથમ કારોબારી બેઠક ઝાડેશ્વરનાં શીતળા માતાનાંમંદિર ખાતે તારીખ 1 સપ્ટેમ્બરનાં રોજ મળી હતી.

ભરૂચ ઝાડેશ્વરનાં શીતળા માતાનાં મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ હતી, આ કારોબારીમાં પાર્ટીનાં આવનાર દિવસોમાં યોજનારા કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.આગામી તારીખ 10 સેપ્ટમ્બરનાં રોજ ભાજપ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાત એકસાથે માં 100 થી વધુ સ્થાનો પર પ્રભોધ યુવા સંમેલન કરવામાં આવશે. આ સંમેલનમાં પ્રભોધ યુવા એટલે કે ડોક્ટર્સ, એન્જીનિયર, વકીલ, CA, અન્ય આવા વિશેષ યુવાનોને ભેગા કરવામાં આવશે અને આ યુવાનોને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ટાઉન હોલ ખાતે થી લાઈવ વિડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને સંબોધન કરશે.આ જિલ્લા કારોબારીમાં જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના જિલ્લાનાં પ્રભારી ધર્મેશ ભલાલા, જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ, મહામંત્રી સત્યમસિંહ ગોહિલ અને રુષાબ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it