ભરૂચ જીલ્લામાં નવી શરૂ થયેલી કેટલીક શાળાઓ ને DPEO એ આપી નામંજૂરી

424

ભરૂચ જિલ્લા પ્રાથમિક અધિકારીએ સરકારના શરતોની ઉપેક્ષા કરી મંજૂરી માટે આવેલ કેટલીક સ્કૂલોની અરજી ફગાવી દેતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભરુચ જીલ્લામાં નવા શેક્ષણિક વર્ષ 2019-2020 માટે ધોરણ 1 થી 5 અને ધોરણ ૬ થી ૮ માટે ભરુચ જિલ્લાના અલગ અલગ તાલુકા માથી કેટલાક ટ્રસ્ટ દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં ભરુચ, જંબુસર, અંકલેશ્વર, નેત્રંગ, અને ઝઘડીયા માથી કેટલીક શાળાઓ સામેલ હતી જેની દરખાસ્ત પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવી હતી જેમાં સરકારના ઠરાવોના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં ન આવ્યું હોવાનું જણાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કેટલીક શાળાની પરવાનગી નામંજૂર કરતાં શિક્ષણ બેડામાં હડકંપ મચી ગયો હતો. જેની સીધી અસર એ શાળામાં પ્રવેશ લેનાર બાળકોના ભવિષ્ય પર પડશે એ બાબતને લઈને બાળકોના વાલીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ શાળાઓ માથી દરેકને પોતાના બાળકો ને ઉઠાવી લેવાનું પણ  જણાવ્યુ હતું. પરવાનગી રદ કરવામાં આવેલી શાળાઓની નામાવલી નીચે પ્રમાણે છે.

૧.ડિવાઇન પબ્લિક સ્કૂલ, અંદાડા, અંકલેશ્વર.

૨.શ્રધ્ધા નિકેતન ઇંગ્લિશ મીડિયમ કોનવેંટ સ્કૂલ, અંકલેશ્વર.

૩.ધ્વનિ બધિર વિદ્યાલય, (ધોરણ ૧ થી ૫) ભરુચ.

૪.ધ્વનિ બધિર વિદ્યાલય,(ધોરણ ૬ થી ૮) ભરુચ.

૫.સૂરજબા પ્રાથમિક શાળા, ગજેરા જંબુસર.

૬.નવયુગ વિદ્યાલય, જંબુસર.

૭.ઝેન સ્કૂલ, અણખી, (ધોરણ ૬ થી ૮) જંબુસર.

૮. ઝેન સ્કૂલ, અણખી, (અંગ્રેજી) જંબુસર.

૯.તક્ષશિલા વિદ્યાલય, (ધોરણ ૬ થી ૮) અંકલેશ્વર.

૧૦.અવર ફ્યુચર સ્કૂલ ,નેત્રંગ.

૧૧.લેફટન ચિલ્ડ્રન સ્કૂલ, અંકલેશ્વર.

૧૨.સમય ગ્લોબલ એકેડમી, અંકલેશ્વર.

૧૩.ઓલિવ નેશનલ સ્કૂલ, કોસમડી, અંકલેશ્વર.

૧૪.મરકઝ પબ્લિક સ્કૂલ, (ધોરણ ૧ થી ૫) જંબુસર.

૧૫. મરકઝ પબ્લિક સ્કૂલ, (ધોરણ ૬ થી ૮) જંબુસર.

૧૬.સંસ્કારદીપ પ્રાઇમરી સ્કૂલ રાજપારડી, ઝઘડીયા.

 

LEAVE A REPLY