ભરૂચ જીલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કેક કાપી, મહિલા કર્મચારીઓને મુવી બતાવી વુમન્સ ડેની કરી ઉજવણી

New Update
ભરૂચ જીલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કેક કાપી, મહિલા કર્મચારીઓને મુવી બતાવી વુમન્સ ડેની કરી ઉજવણી

સતત ૨૪ કલાક આપણી સેવા માં હજાર રહેતી એવી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી ઓ દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરવા માં આવી.

publive-image

જેમાં સૌપ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ની ઓફીસ ખાતે ૧૦૮ની મહિલા કર્મચારી ઓ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. તો વિજય તરફ કેક કાપ્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારીઓને “ચાલ જીવી લઈયે” મુવી બતાવવામાં આવી હતી.સતત સવારના ૮ થી રાતના ૮ વાગ્યા સુધી આપણી સેવા માં હજાર રહેતી ૧૦૮ એમ્બ્યુલન્સની મહિલા કર્મચારી ઓમાં આ ઉજવણી થકી આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

આ પ્રસંગે ૧૦૮ એમ્બ્યુલન્સના પોગ્રામ મેનેજર ધવલ પારેખ, EME અશોક ભાઈ મિસ્ત્રી તથા ૧૦૮ એમ્બ્યુલન્સ ની તમામ મહિલા કર્મચારી ઓ હાજર રહ્યા હતાં.

Latest Stories