Connect Gujarat

ભરૂચ : ઝઘડિયા GIDCમાં બંધ પડેલ MTZ કંપનીમાંથી લોખંડની ચોરી કરતો એક ઈસમ ઝડપાયો

ભરૂચ : ઝઘડિયા GIDCમાં બંધ પડેલ MTZ કંપનીમાંથી લોખંડની ચોરી કરતો એક ઈસમ ઝડપાયો
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયાની GIDCમાં આવેલ અને છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલી MTZ કંપનીમાંથી ગેસ કટર વડે લોખંડની એંગલો તેમજ અન્ય લોખંડ કાપતા તસ્કરો પર LCB પોલીસે છાપો માર્યો હતો. જેમાં એક ઈસમ ઝડપાયો હતો, જ્યારે તેના અન્ય સાગરીતો નાસી છૂટ્યા હતા. LCB પોલીસે લોખંડની એંગલો, લોખંડના પાર્ટસ (5500 કિલો લોખંડ) તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 4,12,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ LCB પોલીસને

બાતમી મળી હતી કે, ઝઘડિયા GIDCમાં આવેલ અને છેલ્લા કેટલા સમયથી બંધ પડેલ MTZ કંપનીમાં ટેમ્પા સાથે કેટલાક શંક્સ્પદ ઈસમોએ પ્રવેશ કર્યો છે. બાતમીના

આધારે LCB પોલીસે બંધ પડેલ MTZ કંપનીમાં છાપો માર્યો હતો. જેમાં કેટલાક ઈસમો ટેમ્પામાં લોખંડનો સમાન ભરતા

જણાઈ આવ્યા હતા, ત્યારે પોલીસને જોઈ તસ્કરોમાં નાસભાગ

મચી હતી. જેમાં અંધારાનો લાભ લઇ કેટલાક ઈસમો ભાગી ગયા

હતા. જ્યારે એક ઈસમ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. ટેમ્પામાં તપાસ કરતા લોખંડની

એંગલો અને લોખંડનો ભંગાર ભરેલો હતો, ત્યારે પોલીસે

અંકલેશ્વરના શાંતિનગરમાં રહેતા અનિલકુમાર પૂરણ યાદવને પૂછતાછ કરતાં તેના પાસે

લોખંડના સામાનના કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી LCB પોલીસે લોખંડની એંગલો, લોખંડના પાર્ટસ, ઓક્સિજનના બોટલો, ગેસ કટર મળી કુલ 5500 કિલો

લોખંડ જપ્ત કર્યું હતું. જેમાં જપ્ત કરેલા લોખંડનો જથ્થો અને ટેમ્પો મળી કુલ

રૂપિયા 4,12,500નો મુદ્દામાલ જપ્ત કર્યો

હતો. હાલ તો LCB પોલીસે ઝડપાયેલ અનિલકુમાર પૂરણ

યાદવ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it