ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. ૮ ઉપર ટોલ પ્લાઝા નજીક ટ્રકની અડફેટે આવી જતાં એક આધેડ ગંભીર. જો કે પોલીસે તાત્કાલિક દોડી આવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ ઝાડેશ્વરના રહેવાસી અને ભરૂચના હાઇવે ઉપર ખારીસિંગ તથા ભૂંગળા વેચી પોતાનું ગુજરાન ચલાવતા જયેશ કેશવભાઈ પાટણવાડિયા ઉર્ફે ભૂરા નામના આધેડને મુંબઈથી વડોદરા તરફથી જતી ટ્રક નં. MH 04 HY 0679ના ચાલક મહમ્મદ ઇકરાર રહેમનીએ અડફેટમાં લઈ ટ્રક નીચે કચડી નાખતા તેને બંન્ને પગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે નજીક્ની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.જયાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાના પગલે ટોલ પ્લાઝા ઉપર આવતા જતાં વાહનોના મુસાફરોને સિંગ તેમજ ભૂંગળા વેચી પેટિયું રળતાં અન્ય શ્રમજીવી ફેરિયાઓ પણ એકત્રિત થઈ ગયા હતા. તો ઘટનાના પગલે દોડી આવેલી સી’ ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ગંભીર ઇજાઓ નિપજાવનાર ટ્રક ચાલકની આટકાયત કરી ઘાયલને સારવાર અર્થે ખસેડી ટ્રાફિકને યથાવત કર્યો હતો.

 

LEAVE A REPLY