ભરૂચ : ટીનએજર્સની સમસ્યાઓના સમાધાન માટે યોજાયો સેમીનાર

ભરૂચ
શહેરમાં ટીનએજરની સમસ્યાઓના નિરાકરણ માટે સૌ પ્રથમ વખત સેમીનારનું આયોજન કરાયું
હતું. જેમાં જાણીતા ટ્રેનર ફીરોઝ મુગલે હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
કીશોર
અવસ્થામાં પ્રવેશેલા કીશોરો અને કિશોરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરતાં હોય છે.
ટીનએજર્સ કેટલીક વ્યકતિગત અને શારીરીક સમસ્યાઓ પરિવાર કે અન્ય વ્યકતિઓ સાથે શેર
કરી શકતા ન હોવાથી મુંઝવણ અનુભવતાં હોય છે. ટીનએજર્સની સમસ્યાઓના સમાધાન માટે
ભરૂચમાં પ્રથમ વખત સેમીનારનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા ટ્રેનર ફીરોઝ મુગલ
હાજર રહયાં હતાં. આ પ્રસંગે કલાઉડ એફએમની ટીમના સભ્ય અને પટેલ વેલ્ફેર હોસ્પિટલના
કર્તાહર્તા સલીમ ફાંસીવાલા, નગર સેવક
સલીમ અમદાવાદી, ખોડીયાર
કાઠીયાવાડી ધાબાના બકુલભાઇ ઠકકર, સામાજીક આગેવાન અબ્દુલ કામઠી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. સેમીનારમાં
ઉપસ્થિત રહેલાં ટીનએજર્સે સવાલો પૂછી તેમની સમસ્યાઓનું નિરાકરણ મેળવ્યું હતું.