Top
Connect Gujarat

ભરૂચ ટોલ ટેક્સનાં વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્યોનાં ઘરનો કર્યો ઘેરાવો

ભરૂચ ટોલ ટેક્સનાં વિરોધમાં કોંગ્રેસે ધારાસભ્યોનાં ઘરનો કર્યો ઘેરાવો
X

ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલબુથ કાર્યરત થતા કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને ધારાસભ્યોનાં ઘરનો ઘેરાવો કરીને ટોલબુથ બંધ કરવાની માંગણી કોંગ્રેસે કરી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણાનાં ઘરનો ઘેરાવો કરીને કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલબુથ નાબૂદ કરવા અંગેની માંગણી કરી હતી. અને ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, યુવા કાર્યકરો, કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કેબલ સ્ટેઇડ બ્રિજ મુલદ ચોકડી પાસેનો ટોલબુથ બંધ કરવા અંગેની માંગણી કરી હતી, જોકે પોલીસ દ્વારા આ તબક્કે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.

Next Story
Share it