ખેલો ઈન્ડિયા અંતર્ગત નેશનલ ફીટનેશએસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે ૪૫ વર્ષથી નીચેની ઉંમરના વ્યાયામ શિક્ષકોમાં ડાંગ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન હેઠળ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે એક દિવસની તાલીમ આપવામાં આવી હતી.માલેગામની સંતોક બા ધોળકિયા વિઘામંદિરના વ્યાયામ શિક્ષક વિરલ ટંડેલ અને આહવાની એકલવ્ય મોડેલ રેસી ડેન્શીયલ સ્કુલના વ્યાયામ શિક્ષક માવજીભાઇ ભોયેને નેશનલ ફીટનેશ એસેસમેન્ટ ટ્રેનીંગ ઓફ ટ્રેનર તરીકે પસંદગી થવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી.ભુસારાએ અભિનંદન આપ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here