ભરૂચ શહેર બી ડીવી.પો.સ્ટે, ખાતે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આવતીકાલે શનિવારે જન્માષ્ટમી તથા 25મીના રોજ છડી અને 26મીના રોજ મેઘરાજાના વિસર્જનના તહેવાર આવી રહયાં છે.

તહેવારોની ઉજવણી કોમી એકતા અને ભાઇચારાના માહોલમાં થાય તે માટે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ડીવાયએસપી વાઘેલા સહિતના અધિકારીઓ અને  ભરૂચના ખારવા સમાજની છડીના આગેવાનો અને લાલબજાર ખાડીના સોલંકી સમાજની છડીના આગેવાનો સહિંત શાંતિ સમિતિના કુલ ૪૧ સભ્યો હાજર રહ્યા હતાં. તહેવારોની  દરમ્યાન હિન્દુ -મુસ્લિમ સમુદાયના લોકો એકબીજા સાથે ભાઈચારાની ભાવનાથી તહેવારોની ઉજવણી કરે અને કોમી એખલાસ જળવાય રહે, તેમજ કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓ  દુભાય નહી અને શાંતિથી તહેવારોની ઉજવણી કરવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here