Top
Connect Gujarat

ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ પૂર્ણ મતદાન

ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં  શાંતિ પૂર્ણ મતદાન
X

માથું ફાડી નાખે તેવા તાપ માં પણ ઉત્સાહ સાથે મતદાન

વરેડીયા ઘણા દિવસોથી ચૂંટણીના પડઘમ વાગતા હતા. આખરે આજે ચૂંટણીનો એ દિવસ આવ્યો જોકે ખરા ઉનાળા ના બળ બળ તાપ માં સૌથી મોટી આ દેશની ચૂંટણીના મહાપર્વને ઉજવવા ખુબજ ઉમંગ અને ઉત્સાહ થી સવારના પહોરમાં જ પોતાનો કિંમતી મત આપવા માટે આવી પહોંચ્યા હતા. ગામડાના શ્રમજીવી લોકો પોતાના કિંમતી માટેની કિંમત સમજી કામપર જતા પહેલા પોતપોતાના મત આપીને રવાના થયા હતા. બહેનો પણતેમના ઘરકામ પતાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘરની બહાર નીકળી પડી હતી બૂથ નજીક ચૂંટણી પંચની બતાવેલ હદ બહાર લોકો એકઠા થતા આંનદ નો માહોલ જોવા મળતો હતો ચૂંટણીના આ મહાપર્વ ને માણવા લોકો ચામડી દઝાદી દેતી ગરમી કે તાપને પણ ભૂલી ગયા હતા જોકે ભરૂચ તાલુકાના ગામોમાં ખુબજ શાંતિ પૂર્ણ મતદાન થયું હતું સાંજના 4 વાગતા સુધીમાં ધીરે ધીરે મતદાનની ટકાવારી વધતી હતી.

Next Story
Share it