Top
Connect Gujarat

ભરૂચ તેમજ વલસાડ ના પારડી ખાતેથી 800 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે પોલીસે 5 ની ધરપકડ કરી

ભરૂચ તેમજ વલસાડ ના પારડી ખાતેથી 800 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે પોલીસે 5 ની ધરપકડ કરી
X

ભરૂચ એલસીબી પોલીસનાં સફળ ઓપરેશનમાં ગાંજાનો જથ્થો, રોકડ તેમજ ટેમ્પો મળીને કુલ રૂપિયા 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ભરૂચ શહેર ના વસીલા નગર સોસાયટી તેમજ વલસાડના પારડી ખાતે થી 800 કિલો ઉપરાંતના ગાંજાના જથ્થા સાથે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. અને ગાંજો,રોકડ તેમજ ટેમ્પો મળીને કુલ રૂપિયા 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ganjo 3

ભરૂચ શહેરની વસીલા નગર સોસાયટીમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે રાજન અબ્દુલ હક્ક પઠાણ ના ઘરમાં માદક પદાર્થનો જથ્થો હોવાની બાતમી એસઓજી પોલીસને મળતા એલસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં પોલીસને 303 કિલો થી વધુ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 24,26,760 નો મળી આવ્યો હતો.પોલીસે ઇમ્તિયાજ પઠાણ સહીત અમદાવાદના મહેશ ડાહ્યા ભાટી અને કાના તુલસી સોલંકી પણ ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો ઉપરાંત ગાંજાના વેચાણ ના રોકડ રૂપિયા 11,64000 તેમજ 5,00,000 ની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 40,91,360 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નશીલા પદાર્થ ની હેરાફેરી કરતા આરોપીઓએ પોલીસ પુચ્છપરછ માં જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો વલસાડના પારડી ગામ પાસે આવેલ નાના વાઘછીપા ગામ ના કિશોર અને મુનીર નામ ના વ્યક્તિ પાસેથી હેરાફેરી કરી હોવાનું બહાર આવ્યું હતું.તેથી ભરૂચ એલસીબી પોલીસે પારડી તેમજ વલસાડ એસઓજી પોલીસને સાથે રાખી નાના વાઘછીપા ગામના ખેતર માં દરોડા પાડીને 498કિલો કરતા પણ વધુ નો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 49,82,700 નો મુદ્દામાલ ઝડપી લઇ ને ઓરિસ્સા ના કિશોર કોલેસ્ટ્રો નાયક,તેમજ વાપી ના ભડકમોર ગામ ના મુનીર સફીક મુન્શી ની ધરપકડ કરી હતી.

ganjo 2

ભરૂચ એલસીબી પોલીસ ના ઓપરેશન માં ભરૂચ અને વલસાડ પારડી મળીને કુલ 801 કિલો થી વધુ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા 74,09,160 ગાંજા નો જથ્થો તેમજ રોકડ તથા ટેમ્પો મળીને કુલ રૂપિયા 90,73,460 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાણી તાજવીજ હાથ ધરી છે.વધુ માં નશીલા પદાર્થ માં સામેલ અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે ની તપાસ પણ પોલીસ ચલાવી રહી છે.

Next Story
Share it