ભરૂચ : દીપજયોતિ કોલેજમાં ડૉ. ખુશ્બુ પંડયાનો ડીજીટલ માર્કેટીંગ અંગે વર્કશોપ યોજાયો

New Update
ભરૂચ : દીપજયોતિ કોલેજમાં ડૉ. ખુશ્બુ પંડયાનો ડીજીટલ માર્કેટીંગ અંગે વર્કશોપ યોજાયો

ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત દીપજયોતિ કોલેજ ઓફ કોમર્સ ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સોશિયલ મિડીયા એેન્ડ ડીજીટલ માર્કેટીંગ વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં ડૉ. ખુશ્બુ પંડયાએ તજજ્ઞ તરીકે હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

સાંપ્રત સમયમાં સોશિયલ મીડીયાનો વધી રહેલો વ્યાપ, સોશિયલ મીડીયાની સારી નરસી અસરો, સોશિયલ મીડીયા થકી માર્કેટીંગ સહિતના અનેક મુદ્દાઓની ડૉ. ખુશ્બુ પંડયાએ છણાવટ કરી હતી. તેમણે કોલેજના વિદ્યાર્થીઓને સોશિયલ મિડીયાનો સુચારૂ ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ આપી હતી. 

Latest Stories