Connect Gujarat

ભરૂચ : દીલ્હીથી પરત ફરેલા પ્રવાસીઓ લકઝરી બસ લઇને પહોંચી ગયા સિવિલ, જુઓ કેમ

ભરૂચ : દીલ્હીથી પરત ફરેલા પ્રવાસીઓ લકઝરી બસ લઇને પહોંચી ગયા સિવિલ, જુઓ કેમ
X

ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 50 કરતાં વધારે લોકો કોરોના વાયરસની આશંકાએ તબીબી પરીક્ષણ માટે પહોંચી જતાં હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત

ઘટના સ્થળની વિગતો અનુસાર ભરૂચના કેટલાક લોકો ખાનગી લકઝરી બસમાં દીલ્હી તથા

આસપાસના સ્થળોની મુલાકાતે ગયાં હતાં. ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી

આવ્યાં બાદ લોકોમાં ભયનો માહોલ છે ત્યારે દીલ્હીથી પરત ફરેલા 50 જેટલા લોકો લકઝરી બસ સાથે ભરૂચ સિવિલ

હોસ્પિટલ ખાતે પહોંચી ગયાં હતાં. કોરોના વાયરસની અસર છે કે કેમ તેની તપાસ માટે

તેમણે કતાર લગાવી દીધી હતી. તમામ લોકોનું આઇસોલેશન વોર્ડમાં ચેકીંગ કરવામાં આવ્યું

હતું. સદનસીબે એક પણ વ્યકતિમાં કોરોના વાયરસના લક્ષણો જોવા ન મળતાં હોસ્પિટલના

સ્ટાફે હાશકારો લીધો હતો. એક સાથે 50 લોકો આવી જતાં હોસ્પિટલમાં સારવાર લઇ

રહેલાં અન્ય દર્દીઓ પણ અચંબામાં મુકાય ગયાં હતાં.

Next Story
Share it