ભરૂચ દુધધારા ડેરીએ ઘી ના ભાવમાં કર્યો વધારો
BY Connect Gujarat22 Dec 2016 5:19 AM GMT

X
Connect Gujarat22 Dec 2016 5:19 AM GMT
ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દુધધારા ડેરી દ્વારા ઘીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
દુધધારા ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 7 થી 10નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.ડેરી દ્વારા ઘી ના પાઉચ, ટીન અને ગાયના ઘીના ભાવમાં વધારો કરાયો છે. જેમાં ઘીનું પાઉચ 500મિલી ના રૂપિયા 195 થી વધારી 199 કરાયા છે. ઘીના એક કિલોએ ટીનના રૂપિયા 405 થી વધારી રૂપિયા 412 કરાયા છે.જ્યારે ગાયના ઘી માં 1 પ્રતિ કિલોના ટીનના ભાવ રૂપિયા 415 થી વધારી રૂપિયા 425 કરાયા હોવાનું જાણવા મળ્યુ છે.
Next Story