ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની અવદશાને લઈને લોકોમાં રોષ બેવડાઇ રહ્યો છે.એક પછી એક સમાજ અને સામાજિક સંસ્થાઓ નર્મદા નદીમાં પાણી છોડવા માટે સરકાર સામે અવાજ ઉઠાવી મેદાનમાં આવી રહી છે અને પાણી છોડવાની માંગને બુલંદ બનાવી રહી છે.જેમાં આજરોજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાની જ એક સંસ્થા ભરૂચ-નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઉદ્દેશીને ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ભરૂચ જિલ્લામાં નર્મદા પુન: બંન્નેવ કાંઠે વહેતી થાય તે માટે લોકોમાં જાગૃતિ આવી છે.વિવિધ સંસ્થાઓ અને સમાજો ધીરે ધીરે નર્મદા બચાવો અભિયાનમાં જોડાઇ રહ્યા છે.સરકારના ૧૫૦૦ ક્યુસેક પાણી ભરતી સમયે છોડવાના નિર્ણયનો ફિયાસ્કો થતાં લોકોનો રોષ બેવડાયો છે.વિવિધ સંગઠનોએ મેદાનમાં આવી પ્રતિકાત્મક કાર્યક્રમોની ધોષણા કરી છે. જેમાં ભરૂચ-નર્મદા હિતરક્ષક સમિતિ પણ જોડાઇ છે. સંસ્થાના પ્રમુખ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ વિવિધ સંસ્થાઓના સહકાર અને સમર્થનમાં આજરોજ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઉદ્દેશી જિલ્લા કલેકટરને આવેદન આપી નર્મદા નદીમાં જરૂરીયાત મુજબનું પાણી છોડવાની માંગ ઉઠાવી છે.

આવેદનમાં જણાવ્યુઆ મુજબ સરદાર સરોવરની પર્યાવરણ વિભાગની મંજૂરીમાં દર્શાવ્યું છે તે જોઇએ તો સરદાર સરોવરમાંથી ૬૦૦૦ ક્યુસેક પાણી છોડવું જોઇએ.જો આટલું પાણી છોડાય તો જ દરિયાને ૬૦૦ ક્યુસેક પાણી મળે.પર્યાવરણની મંજૂરીમાં ૬૦૦ ક્યુસેક પાણી છોડવાનું નહીં પણ ૬૦૦ ક્યુસેક પાણી દરિયાને મળવું જોઇએ તેવો ઉલ્લેખ કરાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here