Top
Connect Gujarat

ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા નિરાધાર વિધવા સહાય પેન્સન યોજના મુદ્દે અપાયું આવેદન

ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા નિરાધાર વિધવા સહાય પેન્સન યોજના મુદ્દે અપાયું આવેદન
X

ભરૂચ નર્મદા હિતરક્ષક સમિતિ ભરૂચ દ્વારા કલેકટરને પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની આગેવાનીમાં વિધવા સહાય યોજનાના સરળીકરણ કરવા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર સુપ્રત કરી વિધવા સહાય પેન્સન યોજનામાં સરળીકરળ કરવા માંગ કરી હતી.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ જિલ્લાની વિધવા બહેનોની આપવીતીની જાણકારી મેળવી મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરાઇ હતી. જેના ફળ સ્વરૂપે સંવેદનસીલ સરકાર દ્વારા પુરવણી બજેટમાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા વિધવા સહાય પેન્સન યોજનાની સહાયની રકમમાં રૂપિયા ૨૫૦/-નો નજીવો વધારો જાહેર કરાયો હતો.

રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના ઠરાવ મુજબ ૨૧ વર્ષથી મોટી ઉંમરના દિકરા હોય તો પણ આ યોજનાનો લાભ વિધવા બહેનને આજીવન મળે તેવો પરિપત્ર કરવામાં આવ્યો છે.ત્યારબાદ નવું અરજી પત્રક તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં જે પુરાવા માંગવામાં આવેલ છે તે ખુબજ અવ્યવહારૂ છે અને શહેરી કે ગ્રામીણ વિસ્તારની જરૂરિયાતમંદ તેમજ કુટુંબજીવનમાં પણ હડધૂતતાનો ભોગ બનેલી બહેનો માટે તો તે શક્ય નથી.જેથી તેમણે આ નીયમોના અવરોધોને દુર કરી વિધવા સહાય પેન્સન યોજનાને સરળ બનાવવા માંગ કરી હતી.સાથે સાથે ગુજરાતની તમામ વિધવા બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે માટે સરકાર દ્વારા વિધવા બહેનોના આંસુ લુછી આશિર્વાદરૂપ નિર્ણય લેવા ઘટતું કરવા જે તે વિભાગને જાણ કરાય તેવી માંગ પણ કરવામાં આવી હતી.

Next Story
Share it