ભરૂચ : નિઝામુદ્દીનની મરકઝમાં ભાગ લઇ પરત ફરેલા જિલ્લાના 38 લોકો હોમ કવોરન્ટાઇનમાં

0
141

દિલ્હીના નિઝામુદ્દીનની મરકઝમાં આયોજીત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક અસરથી હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે. 

નિઝામુદ્દીનની મરકઝમાં પહેલી માર્ચથી 23મી માર્ચ સુધી ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં દેશ તથા વિદેશમાંથી લોકોએ ભાગ લીધો હતો. મરકઝમાં રોકાયેલા હજારો લોકો પૈકી 10 જેટલા લોકોના કોરોના વાયરસના કારણે મોત થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચ જિલ્લામાંથી પણ કેટલાક લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હોવાની વિગતો સપાટી પર આવતાં સવારથી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી હતી. ભરૂચના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.એસ. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેમની પાસે નિઝામુદ્દીન ગયેલાં 85 લોકોની યાદી આવી હતી અને તેમાંથી 32 નામ ડુપ્લીકેટ હતાં. પોલીસ વિભાગને સાથે રાખી 38 લોકોની ઓળખ કરી તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. બાકીના 13 લોકો દીલ્હીમાં છે જયારે બે લોકો યુપીના છે. ભરૂચ જિલ્લાના 38 લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે તે માત્ર એક જ દિવસના એકસપોઝરમાં આવ્યાં હોવાથી ચિંતાનું કોઇ કારણ હાલના તબકકે નથી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here