Connect Gujarat

ભરૂચ ની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ભાડભૂત પાસે પાણી માં ગરકાવ થઇ

ભરૂચ ની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ભાડભૂત પાસે પાણી માં ગરકાવ થઇ
X

500 ટન વજન ધરાવતી મીની ક્રુઝ પાણીની થપાટ સહન કરી શકી નહિ

ગુજરાત રાજ્ય માં સૌ પ્રથમ વખત ભરૂચ નર્મદા નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો,પરંતુ નદીમાં પાણી ના અભાવ ના કારણે મીની ક્રુઝ બંધ કરવી પડી હતી,તો હવે વધુ પાણી માં તરતી રેસ્ટોરન્ટ નદીમાં ગરકાવ થઇ છે.

જાન્યુઆરી 2016માં ભરૂચ ના ઝાડેશ્વર નર્મદા નદી માંથી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.500 ટન નું વજન ધરાવતી આ મીની ક્રુઝ માં 60 થી પણ વધુ લોકો નદીના પાણી વચ્ચે ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.જોકે ઉનાળામાં નર્મદા નદીમાં પાણી ઓછું હોવાના કારણે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કિચડ માં ફસાઈ ગઈ હતી.જયારે વરસાદ ની મોસમ માં પાણી માં ગરકારવ થઇ ગઈ છે.

મીની ક્રુઝ તરીકે ઓળખાતી આ તરતી રેસ્ટોરન્ટ ને હાલ માં ભાડભૂત ખાતે લાંગારવા માં આવી હતી,પરંતુ તાજેતરમાં જ અમાસ ની ભરતી માં દરિયા ના તોફાની પાણી પણ નદીના પાણી માં ભળી ગયા હતા.જેના કારણે 500 ટન વજન ધરાવતી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ લંગર તોડીને પલ્ટી મારી નદી કિનારાથી અંદાજિત 60 મીટર સુધી અંદર ચાલી ગઈ હતી.

મીની ક્રુઝ ની સંભાળ રાખતા વિપુલ વાગડીયા એ જણાવ્યું હતું કે અમાસ ની ભરતી માં આવેલા તોફાની પાણી ની થપાટ થી બોટ નદીમાં ગરકાવ થઇ ગઈ હતી જેને બહાર કાઢવા માટે ની કવાયત કરવામાં આવી રહી છે.

Next Story
Share it