Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં બે જગ્યાએ ખુંટે બાંધી રખાયેલ ૭ થી વધુ વાછરડા મળ્યા

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં બે જગ્યાએ ખુંટે બાંધી રખાયેલ ૭ થી વધુ વાછરડા મળ્યા
X

સાત વાછરડા કતલખાને લઇ જવા ના હોવાના ઇરાદે બંધાયા હોય તેવી આશંકા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ બિનવારસી હાલતમાં ખુટા સાથે

બાંધેલા સાતથી વધુ વાછરડા મળી આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે ગૌ સેવક અને

માલધારી સમાજના અગ્રણી એવા ઝીણા ભરવાડની સતર્કતાથી આ તમામ વાછરડાઓને સલામત છોડાવી

પાંજરાપોળ મુકવામા પોલીસને સફળતા મળી છે.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બે અલગ અલગ અવાવરૂ જગ્યાઓ ઉપર ખુંટા સાથે ૭ થી વધુ ગૌવંશને બાંધી રખાયા હોવાની બાતમી માલધારી સમાજ્ના અગ્રણી ઝીણા ભરવાડને મળી હતી. જેથી તેમણે તમામ હકીકતની જાણ બી-ડીવિઝન પોલીસને કરી તેમને સાથે રાખી બંન્નેવ જગ્યાઓ ઉપર છાપો મારતા ત્યાથી ખુંટે બાંધી રખાયેલ ૭ જેટલા વાછરડાઓ મળી આવ્યા હતા. જેમને હેમખેમ છોડાવી અને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા હતા. હાલમાં તો આ વાછરડાઓને કતલના ઇરાદે જ કોઇ કસાઇએ બાંધી રાખ્યા હોવાની પ્રાથમિક માહિતિ મળી રહી છે.પોલીસે આ વાછરડા કોણે બાંધ્યા ? કેમ બાંધ્યા વિગેરેની તપાસ હાથ ધરી છે.

Next Story
Share it