Connect Gujarat

ભરૂચ : પાદરિયાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાના ભાઇએ નીપજાવ્યું હતું મોત

ભરૂચ : પાદરિયાના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમિકાના ભાઇએ નીપજાવ્યું હતું મોત
X

ભરૂચ

જિલ્લાના પાદરિયા ગામના યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મૃતક યુવાનની હત્યા

તેની પ્રેમિકાના ભાઇએ જ કરી હોવાનો ખુલાસો થયો છે.

પાદરિયા

ગામમાં રહેતો અજય ઉર્ફે અમિત કોલોનીમાં દુધ આપવા ગયાં બાદ લાપત્તા બની ગયો હતો.

શોધખોળના અંતે તેનો મૃતદેહ નરણાવી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. તેના હાથ

ટીશર્ટથી બાંધી દેવાયા હોવાથી હત્યાની આશંકાને ધ્યાને રાખી પોલીસે તપાસ હાથ ધરી

હતી. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસની ટીમે બાતમીદારોને

કામે લગાડી સાગર વસાવા તથા એક સગીરની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી. જેમાં સાગરે

ગુનાની કબુલાત કરી હતી. મૃતક અજય ઉર્ફે અમિતને સાગરની બહેન સાથે પ્રેમસંબંધ હતો

જેથી બદલો લેવાની ભાવનાથી સાગર અને તેની સાથે રહેલો સગીર તેને પાપડા તોડવાના બહાને

નરણાવી ગામની સીમમાં લઇ ગયાં હતાં. સગીરે મૃતકના પગ પકડી રાખ્યાં હતાં જયારે સાગરે

દોરીથી ટુંપો દઇ દીધો હતો. અમિત ઉર્ફે અજયની હત્યા કરી તેની જ ટી-શર્ટથી હાથ બાંધી

દઇને મૃતદેહને તળાવમાં ફેંકી દેવાયો હતો. પોલીસે આરોપી સાગર વસાવાની ધરપકડ કરી છે

જયારે સગીર વિરૂધ્ધ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it