ભરૂચ: પાલિકાના હાઉસટેક્ષમાં કોન્ટ્રાકટર દ્વારા પગાર ન ચૂકવાતા મહિલાઓ દ્વારા કરાઇ પ્રમુખને રજૂઆત

ભરૂચ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં સર્વેની કામગીરીમાં કામ કરતી યુવતીઓ ને કોન્ટ્રાક્ટરે પગાર ચુકવવામાં અખાડા કરતા વિવાદ ઉભો થયો છે. અનેક વાર પગારની માંગણી કરવા છતાં બાકી પગારના મળતા ગરમાયેલી યુવતીઓએ આખરે આજરોજ પાલિકા પ્રમુખને લેખિત ફરિયાદ કરી હતી.
[gallery td_gallery_title_input="ભરૂચ: પાલિકાના હાઉસટેક્ષમાં કોન્ટ્રાકટર દ્વારા પગાર ન ચૂકવાતા મહિલાઓ દ્વારા કરાઇ પ્રમુખને રજૂઆત" td_select_gallery_slide="slide" size="large" ids="102733,102734,102735,102736,102737"]
ભરૂચ નગરપાલિકામાં હાઉસ ટેક્સ વિભાગમાં સર્વે કરવા માટેનો કોન્ટ્રાકટ સરફરાઝ અલીભાઈ મલેકને આપવામાં આવ્યો છે. કોન્ટ્રકટરે સર્વેની કામગીરી માટે કેટલીક યુવતીઓને નોકરી પર રાખી હતી. જોકે તેમાંથી કોઈ કારણો સર ત્રણેક યુવતીઓએ કામ છોડી દેતા કોન્ટ્રાકટર સરફરાઝ મલેકે તેમને પગાર ચુકવવામાં અખાડા શરૂ કર્યા હતા. યુવતીઓએ વારંવાર પગારની માંગણી કરવા છતાં સરફરાજે પગાર ન ચૂકવતા આખરે ગરમાયેલી યુવતીઓએ નગર પાલિકા ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાને લેખિત અને મૌખિક રજુઆત કરતા મામલો ગરમાયો હતો.
ઉલ્લેખનીય છે કે પગારથી વંચિત રહેલી અને કોન્ટ્રાક્ટરની કીંનાખોરી ભોગ બનેલી યુવતીઓએ એક અઠવાડિયા પહેલા પણ પાલિકા પ્રમુખને મૌખિક ફરિયાદ કરી હતી. આમછતાં કોઈ નિરાકરણ ના આવતા ગરમાયેલી યુવતીઓએ ઉગ્રબની યુવતીઓ સાથે અપમાન જનક વર્તન અને ઘરેલુ ટીકા ટિપ્પણી કરનાર કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટ આપવા સામે પણ વિરોધ ઉઠાવી ન્યાયની માંગ કરી હતી.
કોન્ટ્રાકટરના બોલબચન : થાય તે કરીલો, હું કોઈના બાપ થી ગભરાતો નથી
કોન્ટ્રકટની નોકરી છોડવા ના કારણે કોન્ટ્રાક્ટરની કિંનાખોરીનો ભોગ બની બાકી પગાર માટે વલખામારતી યુવતીઓએ કોન્ટ્રાકટર સરફરાઝ મલેક સાથે મોબાઈલ પર વાત કરતા તે પગાર આપવા માટે ગલ્લાતલ્લા કરી દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. યુવતીના ભાઈને મોબાઈલ પર ધમકી આપતા તેણે કહ્યું હતું કે હું કોઈના બાપથી ગભરાતો નથી, થાય તે કરી લેજો. એટલું જ નહીં ઉદ્ધતાઈ ભરી રીતે જવાબ આપતા તેણે કહ્યું હતું કે જ્યારે મારો પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે પગાર આપીશ.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT