Connect Gujarat

ભરૂચ : પુર્વ સરપંચ તથા ટેકેદારોએ માર માર્યો હોવાની અરજદારની પોલીસ ફરિયાદ

ભરૂચ : પુર્વ સરપંચ તથા ટેકેદારોએ માર માર્યો હોવાની અરજદારની પોલીસ ફરિયાદ
X

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં મળેલી ગ્રામસભામાં માજી સરપંચ અને અરજદાર વચ્ચે જાહેરમાં મારામારી થઇ હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. બનાવ સંદર્ભમાં અરજદારે માજી સરપંચ સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં સુહેલ પટેલે

નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર 29મીના રોજ કંથારીયા ગામની પ્રાથમિક

શાળામાં ગ્રામસભા યોજવામાં આવી હતી. ગ્રામસભામાં ગામના તળાવમાં ગંદા પાણીનો નિકાલ

રોકવા બાબતે એસડીએમએ કરેલો હુકમ વંચાણે લેવામાં આવ્યો હતો. હુકમ બજાવવાની

કાર્યવાહી દરમિયાન ગામના માજી સરપંચ ઐયુબ આદમ શેઠ સહિત અસ્ફાક શેઠ, રૂહુલ છાપરીવાલા અને હિફઝુલ પટેલ અચાનક

ઉશ્કેરાઇ ગયાં હતાં અને ફરિયાદી પર હુમલો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી સુહેલ પટેલે કંથારીયા ગામમાં

આવેલાં તળાવમાં ગંદા પાણીનો નિકાલ રોકવા બાબતે અરજી કરી હતી. આ અરજીની રીસ રાખી

ગ્રામસભામાં મારામારી થઇ હોવાની વિગતો સપાટી પર આવી છે. મારામારીનો વિડીયો પણ

સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

Next Story
Share it