Connect Gujarat
ગુજરાત

ભરૂચ: પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ, જુઓ પછી શું થયું

ભરૂચ: પ્રાર્થના વિદ્યાલયમાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદ, જુઓ પછી શું થયું
X

ભરૂચની પ્રાર્થના વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષકો અને ટ્રસ્ટીઓ વચ્ચે

વિવાદ થતાં શિક્ષકોએ શાળા પટાંગણમાં જ ધરણા શરૂ કરી દીધા હતાં.

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી પ્રાર્થના વિદ્યાલયમાં ફરજ બજાવતાં

શિક્ષકોએ આક્ષેપ કર્યો છે કે, શાળાના ટ્રસ્ટીઓ

પૈકીના એક ડૉ. જીજ્ઞેશ પટેલ શાળામાં આવી શિક્ષકો સાથે અસભ્ય વર્તન કરી તેમને

ટોર્ચર કરી રહયાં છે. થોડા સમય પહેલા શાળામાં યોજાયેલાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ

દરમિયાન તેમણે શિક્ષકોને જાહેરમાં અપમાનિત કર્યા હતાં. શાળામાં શિક્ષણકાર્ય

દરમિયાન તેઓ વર્ગખંડમાં જઇ વિદ્યાર્થીઓની સામે શિક્ષકો સાથે બેહુદુ વર્તન કરી

રહયાં છે. આ બાબતે શાળાના આચાર્યને રજૂઆત કરવા છતાં કોઇ પગલાં નહિ ભરાતાં બુધવારના

રોજથી શિક્ષકોએ અચોકકસ મુદતની હડતાળ શરૂ કરી દીધી હતી. તેઓ શાળાના પટાંગણમાં જ

ધરણા પર બેસી ગયાં હતાં. શિક્ષકોની હડતાળના પગલે ટ્રસ્ટી મંડળમાં દોડધામ મચી ગઇ

હતી. તેમણે તાત્કાલિક અસરથી ટ્રસ્ટી મંડળની બેઠક બોલાવી સમસ્યાનો હલ લાવવાની ખાતરી

શિક્ષકોને આપી છે.

Next Story
Share it