Connect Gujarat
ગુજરાત

ભરૂચ : બચપન પ્લે સ્કૂલના ભૂલકાઓએ ટ્રાફિક પોલીસના જવાનોને રાખડી બાંધી કરી રક્ષાબંધનની ઉજવણી

ભરૂચ : બચપન પ્લે સ્કૂલના ભૂલકાઓએ ટ્રાફિક પોલીસના જવાનોને રાખડી બાંધી કરી રક્ષાબંધનની ઉજવણી
X

ભાઈ અને બહેનના પવિત્ર અને નિઃસ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન પર્વ રક્ષાબંધનની આવતી કાલે ગુરુવારે ઉજવણી કરવામાં આવશે.

[gallery td_gallery_title_input="ભરૂચ : બચપન પ્લે સ્કૂલના બાળકોએ ટ્રાફિક પોલીસના જવાનોને રાખડી બાંધી કરી રક્ષાબંધનની ઉજવણી" td_select_gallery_slide="slide" size="large" ids="107764,107760,107761,107763,107759,107762"]

શ્રાવણી પૂનમના રોજ ઉજવાતા રક્ષાબંધન પર્વના પાવન અવસરની આગોતરી ઉજવણી ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટી સ્થિત બચપન પ્લે સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી.

બચપન પ્લે સ્કૂલના ભૂલકાઓએ મઢુંલી ચોકડી, શ્રવણ ચોકડી તેમજ ભરૂચના વિવિધ માર્ગ ઉપર સતત ખડેપગે પોતાની ફરજ નિભાવતા ટ્રાફિક પોલીસ તેમજ બીટીઇટીના જવાનોને કપાળ ઉપર કુંમકુંમ તિલક કરી જમણાં હાથની કલાઈમાં રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પ્રસંગે બચપન પ્લે સ્કૂલના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ, ડિરેક્ટર ગોપાલ શાહ, શિક્ષિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it