ભરૂચ : બરાનપુરા વિસ્તારમાં મકાનમાંથી ઝડપાયું કુટણખાનું

694

ભરૂચના બરાનપૂરા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી કૂટણખાનું ઝડપાયું. જેમાં ત્રણ લલના સહિત બે ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી, આ  કૂટણખાનું લતા વસાવા નામની મહિલા ત્રણ મહિનાથી ચલાવતી હતી. એક નનામી અરજીના આધારે પોલીસે તપાસ કરતા બગાસું ખાતા પતાસું મળ્યું હતું.

ભરૂચ એ ડિવીઝન પોલીસે આવેલ એક નનામી અરજીના આધારે કુટણખાના ઉપર રેડ કરતા ત્રણ લલનાઓ સાથે બે ગ્રાહકો અને મકાન માલિકની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ બરાનપૂરાના એક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની એક નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળતા. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ત્યાં રેડ કરતા મકાનમાં રહેતી લતાબેન વસાવા છેલ્લા ત્રણ મહિનાથી કૂટણખાનું ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું.

ઘટનાસ્થળેથી પોલીસને દહેજ વિસ્તારના હિતેશભાઈ પ્રભુભાઈ સોની તથા બળદેવભાઈ શિવરામ જોષી સાથે કઢંગી હાલતમાં લલનાઓ ઝડપાઈ જવા પામી હતી.

પોલીસે બે ગ્રાહકો સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી હતી. પકડાયેલ ત્રણ લલનાઓ પૈકી બે પરણિત મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ૧ ફોરવીલ ગાડી કિંમત રૂપિયા ૨૫૦૦૦,મોબાઇલ નંગ ૩ તથા લલનાઓને ચૂકવવાના રૂપિયા ૩૦૦૦/- મળી અંદાજિત રૂપિયા ૩૦૦૦૦/- ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે ભરૂચમાં મકાનમાં ચાલતા કૂટણખાના સામે પોલીસે કાર્યવાહી શરૂ કરતાં ભરૂચના ગેસ્ટહાઉસોમાં પણ ચાલતા કુટણખાના સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી રહી છે

LEAVE A REPLY