ભરૂચ ભોલાવના મતદારોએ મતદાન મથકની સુવિધા માટે આપ્યુ આવેદન પત્ર
BY Connect Gujarat20 Dec 2016 11:47 AM GMT

X
Connect Gujarat20 Dec 2016 11:47 AM GMT
ભરૂચના ભોલાવ ગામની હદમાં આવતી સોસાયટીઓના રહીશોએ મતદાન મથકની સુવિધા અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ગામની હદમાં આવતી સોસાયટીઓના મતદાતા ઓ અગાઉ મતદાન ગામની જ શાળામાં કરતા હતા, પરંતુ જ્યારથી નવી વોર્ડ રચના કરવામાં આવી છે ત્યારથી તેઓને હવે મતદાન માટે ભોલાવ થી આશરે 5 કિલો મીટર દૂર ઝાડેશ્વર રોડને અડીને આવેલ તુલસી ધામ સુધી લાંબા થવુ પડે છે.
મતદાન મથકની દુવિધાને દૂર કરીને ભોલાવના વોર્ડ નંબર 13/14ની હદમાં આવતી તમામ સોસાયટીઓના મતદારો માટે પુનઃ ભોલાવની શાળામાં મતદાન ની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરતુ એક આવેદન પત્ર સ્થાનિક રહીશોએ કલેક્ટરને આપ્યુ હતુ.અને પોતાના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ પણ તેઓએ કરી હતી.
Next Story