Top
Connect Gujarat

ભરૂચ માં માનસિક રીતે ઘવાયેલ મહિલાએ તંત્રને માથે લીધું.

ભરૂચ માં માનસિક રીતે ઘવાયેલ મહિલાએ તંત્રને માથે લીધું.
X

ફ્લેટની ગેલરી ની પાળી પર ચઢીને ભૂસકો મારવાની ધમકી થી ફિલ્મી દ્રશ્યો સર્જાયા.

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં એકલી રહેતી અને દુભાયેલી મહિલાએ ફિલ્મી સ્ટંટ કરતા તંત્રને માથે લીધું હતું અને આ મફત માં મનોરંજન જોવા લોકટોળા ભેગા થઇ ગયા હતા.

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં એકલીજ રહેતી મહિલા ની હાલત માનસિક રીતે સારી ન હોવાનું સ્થાનીકો દ્વારા જાણવા મળ્યું છે.

mahila 2

આ મહિલાએ પોતાના સામેના ફ્લેટ માં રહેતા રહીશો સાથે માથાકૂટ કરી હતી અને ગેલરીની પાળી પર બેસીને નીચે ભૂસકો મારી આપઘાત કરવાની ધમકી ઉચ્ચારી હતી.જોકે સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ભરૂચ સી ડીવીઝન પોલીસ તેમજ નગર પાલિકાના ફાયર સ્ટેશન માં કરવામાં આવતા પોલીસ સહીત લશ્કરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાને પોલીસ સમજાવીને પોતાની સાથે લઇ જતા મામલો થાળે પડ્યો હતો.

Next Story
Share it