Top
Connect Gujarat

ભરૂચ માં UIDC ડાન્સ વર્કશોપ નું આયોજન કરાયુ

ભરૂચ માં UIDC ડાન્સ વર્કશોપ નું આયોજન કરાયુ
X

ABCD ફિલ્મ અને DID ફેમ પ્રિન્સ ગુપ્તા એ ઉપસ્થિત રહી ને ડાન્સ પ્રેમીઓ ને માર્ગદર્શન આપ્યું

ભરૂચ શહેર ના P D શ્રોફ રોટરી હોલ ખાતે KSpark ડાન્સ એકેડમી અને રોટરી ક્લબ દ્વારા UIDC ડાન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 27 જુલાઈ થી 31મી જુલાઈ સુધી યોજાનાર આ વર્કશોપ માં ડાન્સ ક્ષેત્રની પ્રતિભાવો હાજર રહીને ડાન્સ પ્રેમીઓ ને માર્ગદર્શન તેમજ તાલીમ આપશે.

0cb2bd0a-ef1a-412d-9367-29aac9031d8d

ડાન્સ વર્કશોપ ના ઉદ્દઘાટન પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,રોટરી ક્લબ ઓફ ભરૂચ ના પ્રમુખ અમરદીપસિંઘ બુનેટ,રોટરી ક્લબ ના કેતન શાહ,ચેનલ નર્મદા ના ડાયરેક્ટર નરેશ ઠક્કર તેમજ યુનાઇટેડ ઇન્ડિયા ડાન્સ કેમ્પ (UIDC) ના ABCD ફિલ્મ અને DID ફેઈમ પ્રિન્સ ગુપ્તા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

cc7bd420-c04e-4f66-9bb2-9aeea7ab1849

આ પ્રસંગે પિન્સ ગુપ્તાએ ઉપસ્થિત ડાન્સપ્રેમી ઓ ને સંબોધન કરીને જણાવ્યું હતું કે ભરૂચ જેવા નાના શહેરો માં પણ ડાન્સ ની પ્રતિભાવો છુપાયેલી છે જે ને બહાર લાવવા માટે આ વર્કશોપ આશીર્વાદ રૂપ સાબિત થશે.

ચાર દિવસ માટે આયોજિત આ ડાન્સ વર્કશોપ માં ડાન્સ ક્ષેત્રની જુદીજુદી પ્રતિભાવો પણ હાજર રહીને ડાન્સ પ્રેમીઓ ને માર્ગદર્શન સાથે તાલીમ પણ આપશે.

Next Story
Share it