Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શહેરીજનોએ લીધા એકતાના શપથ

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શહેરીજનોએ લીધા એકતાના શપથ
X

ભરૂચ શહેરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જ્યંતિ

નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જોડાયેલા શહેરીજનોએ એકતા

માટેના શપથ લીધાં હતાં.

જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ અને નગરપાલિકા ભરૂચના

સંયુક્ત ઉપક્રમે સી.એમ. પાર્ટી પ્લોટ, નગરપાલિકા કચેરી પાછળ ભરૂચ ખાતે સહકાર રાજ્ય મંત્રી

ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. તેમણે

જણાવ્યું હતું કે, સરદાર સાહેબે વેરવિખેર થતાં ભારતને અખંડિત કરવાનું કામ દ્રઢ સંકલ્પ શક્તિ અને

ત્વરિત નિર્ણય શક્તિને કારણે અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે. જિલ્લા કલેક્ટર

ડૉ. એમ.ડી.મોડિયાએ એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર પટેલ સાહેબના યોગદાનને

બિરદાવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ પણ લીધા હતા.એકતા દોડ

સી.એમ. પાર્ટી પ્લોટથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબતી થઈ સી.એમ. પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી. આ

રન ફોર યુનિટિ એકતા દોડમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં

જોડાયા હતા.

Next Story