ભરૂચ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કોર્ડે મોટી સફળતા મેળવી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ભરૂચના રૂંગટા સ્કૂલ પાસેથી ઝડપી પાડ્યો છે.
પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડા અને તેમની ટીમ જિલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહી હતી. દરમિયાન ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન એકટ હેઠળના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા પાંચ મહિનાથી ફરાર આરોપી સુજાતખાન ઉર્ફે સજ્જુ બસીરખાન પઠાણ (ઉં.વ. 46), રહે. કસ્બાતીવાડ (કાગદીવાડ), અંકલેશ્વર, હાલ ભરૂચના રૂંગટા સ્કૂલ પાસે હાજર છે.
આ બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે રૂંગટા સ્કૂલ પાસે વોચ ગોઠવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની સંબંધિત જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
