Connect Gujarat

ભરૂચ : લારી- ગલ્લા ચાલુ કરવાની માંગ સાથે મહિલાઓ પહોંચી રજુઆત માટે, પોલીસે કરી લીધી અટકાયત

ભરૂચ : લારી- ગલ્લા ચાલુ કરવાની માંગ સાથે મહિલાઓ પહોંચી રજુઆત માટે, પોલીસે કરી લીધી અટકાયત
X

લોક ડાઉનના છઠ્ઠા દિવસે લારી-ગલ્લાવાળાઓનો જઠરાગ્નિ જાગી ઉઠયો છે. રોજગારી બંધ થઇ જતાં લારી-ગલ્લા ચાલુ રાખવાની મંજુરી માંગવા માટે મહિલાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી પણ પોલીસે તેમાંથી એક મહિલાની જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરી લેતાં મહિલાઓમાં રોષ ફેલાયો હતો.

કોરોના વાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનના કારણે લારીગલ્લાવાળાઓની હાલત કફોડી બની છે. રોજનું કમાઇને રોજ ખાતા લોકો બેકારીના ખપ્પરમાં હોમાય ગયાં છે. લોક ડાઉનના છઠ્ઠા દિવસે ભરૂચ શહેરની કેટલીક મહિલાઓ લારી-ગલ્લા ચાલુ રાખવા દેવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર કચેરીએ રજુઆત માટે પહોંચી હતી.મામલતદાર કચેરીમાં જવા માટે પ્રયાસ કરનાર મદીના પાર્ક ખાતે રહેતી મહિલા રુકઈયા મુબીન ઈસ્માઈલ ખત્રીને બળજબરી થી પોલીસે ગાડીમાં તેની અટકાયત કરી તેની સામે ધારા ૧૪૪ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ પાંચ દિવસ સુધી ઉદ્યોગપતિઓએ ધારા ૧૪૪નો સરેઆમ ભંગ કર્યો હોવા છતાં તેમના પર રહેમ નજર રાખનાર તંત્રએ ગરીબો ઉપર કાયદાનો કોયડો વીંજતા તંત્રના બેવડા ધોરણ સામે લોકોમાં નારાજગી ઊભી થઈ છે. વહીવટીતંત્રની એકને ગોળ અને બીજાને ખોળ જેવી નિતી સામે પણ રોષ જોવા મળી રહયો છે

Next Story
Share it